સેટેલાઈટ તસવીરોથી ખુલાસો : દોસ્તીની નવી શરૂઆત સાથે નવી ચિંતા
બેજિંગ, તા.1ર : સેટેલાઇટ તસ્વીરોથી
ખુલાસો થયો છે કે ચીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે કેટલાક સપ્તાહ સુધી બેવડા ઉપયોગવાળા
લશ્કરી-નાગરિક એરપોર્ટ પર સ્ટીલ્થ ડ્રોન સિક્કિમ સરહદ નજીક તૈનાત કર્યા હતા. જીજે-11
શાર્પ સ્વોર્ડ સ્ટીલ્થ ફ્લાઇંગ-વિંગ અનક્રૂડ કોમ્બેટ એર વ્હીકલ્સ (યુસીએવીને ઓપરેશનલ
રનવે પર તૈનાત કર્યા હતા.
પહેલી વાર છે જ્યારે તેઓ ભારતની
સરહદે તિબેટમાં શિગાત્સે એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જે ચીનની હવાઈ ક્ષમતાઓનું
એક મોટું વિસ્તરણ માનવામાં આવે છે જે સંભવિત રીતે ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા
(એલએસી) પર શક્તિ સંતુલનને બદલી શકે છે. ઓનલાઈન આર્કાઇવ ડેટાબેઝમાં ઉપલબ્ધ તસ્વીરોને
ટાંકીને અહેવાલ છે કે 6 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં
સ્થિત શિગાત્સે એરબેઝ પર ત્રણ જીજે-11 વિમાન જોવા મળ્યા હતા.
શિગાત્સે એર બેઝની સેટેલાઇટ તસ્વીરોમાં
જોવા મળેલા બે ડ્રોનમાં ગ્રે રંગનું છે જે સામાન્ય રીતે અન્ય ચીની પાયલોટેડ અને નોન-પાયલોટેડ
લશ્કરી વિમાનોમાં જોવા મળે છે. ઓછામાં ઓછું એક બીજું ઉદાહરણ લાલ/ભૂરા રંગનું રક્ષણાત્મક
આવરણપહેરેલું દેખાય છે. 10 સપ્ટેમ્બરના રોજ લેવાયેલા શિગાત્સેના પ્લેનેટ લેબ્સના ફોટામાં
સમાન આવરણવાળા ફ્લેંકર-પ્રકારના લડાકૂ વિમાનો બતાવવામાં આવ્યા છે. શિગાત્સે એરબેઝ ચીનના
દક્ષિણપશ્ચિમ મોરચા પર સ્થિત છે જે સિક્કિમથી લગભગ 145 કિમી દૂર છે.