-આખુ અમેરિકા હ્યાસોંગ-20ના દાયરામાં
પ્યોંગવોંગ,
તા. 11 : ઉત્તર કોરિયાએ પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઈલ હ્યાસોંગ-20નું અનાવરણ
કર્યું છે. આ સોલિડ ફયુલ ધરાવતી ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ) છે.
જે પુરા અમેરિકાને નિશાને લઈ શકે છે. કિમ જોંગ ઉને હ્યાસોંગ-20ને સૌથી શક્તિશાળી ન્યુક
સિસ્ટમ ગણાવી છે. જે પૂરા અમેરિકાને સરળતાથી હિટ કરી શકે છે. નોર્થ કોરિયાએ 10 ઓક્ટોબરના
વર્કર્સ પાર્ટીના 80મા સ્થાપના દિવસે સૈન્ય પરેડમાં મિસાઈલ રજૂ કરી હતી. જેમાં રશિયા
અને ચીનના પ્રતિનિધિ પણ હાજર હતા.
હાસોંગ-20
ઉત્તર કોરિયાની સૌથી આધુનિક આઈસીબીએમ છે. ત્રણ તબક્કાની સોલિડ ફ્યુલ મિસાઈલ લોન્ચ બાદ
ઝડપથી ઉંચાઈ પકડે છે. જેનું મુખ્ય ફીચર નવું હાઈ થ્રસ્ટ ફયુલ એન્જિન છે. જે હ્યાસોંગ-18થી
વધારે શક્તિશાળી છે. આ મિસાઈલ વધારે ઝડપી છે અને લાંબી દુરી સુધી પહોંચી શકે છે. કિમ
જોંગે પરેડમાં કહ્યું હતું કે આ મિસાઈલ સૌથી શક્તિશાળી છે. મિસાઈલનું હજી સુધી પરિક્ષણ
થયું નથી. જો કે વિશેષજ્ઞો અનુસાર નવી મિસાઈલ હ્યાસોંગ-18 કરતા વધારે ક્ષમતા ધરાવે
છે.