માલેગાંવ બ્લાસ્ટ કેસ : પીડિતોની ખાસ કોર્ટના ચુકાદાને રદ કરવાની માગ
મુંબઈ, તા.9 : વર્ષ ર008ના માલેગાંવ
બ્લાસ્ટ કેસમાં છૂટી ચૂકેલા પુર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પુરોહિત
સહિત 7ની મુક્તિને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.
માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ
પામેલા લોકોના છ પરિવારના સભ્યોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપના ભૂતપૂર્વ
સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીને નિર્દોષ
જાહેર કરવાના ખાસ અદાલતના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. નિસાર અહેમદ સૈયદ બિલાલ અને
અન્ય પાંચ લોકોએ સોમવારે (8 સપ્ટેમ્બર, 2025) તેમના વકીલ મતીન શેખ દ્વારા દાખલ કરેલી
અપીલમાં હાઈકોર્ટને ખાસ અદાલતના ચુકાદાને રદ કરવાની માગ કરવામાં આવી હતી. અરજદારોએ
દાવો કર્યો છે કે 31 જુલાઈના રોજ ખાસ એનઆઈએ કોર્ટે સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો
આપેલો આદેશ ખોટો અને કાયદાની દૃષ્ટિએ ખરાબ હતો અને તેથી તેને રદ કરવાને પાત્ર છે.