• મંગળવાર, 24 જૂન, 2025

ગાઝા સંકટ મુદ્દે 17 દેશનો ઈઝરાયલને આકરો સંદેશ

બ્રિટને ઈઝરાયલ સાથે ફ્રી ટ્રેડની વાતચીત રોકી

નવી દિલ્હી, તા. 21 : ગાઝામાં સુરક્ષા અને માનવીય સંઘટ વચ્ચે ઈઝરાયલે નવું જમીની ઓપરેશન શરૂ કર્યું છે અને આંશિક રાહત સામગ્રીની મંજૂરી આપી છે. ઈઝરાયલના કહેવા પ્રમાણે આ કાર્યવાહી હમાસના આતંકવાદને ખતમ કરવા અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. છેલ્લા અમુક દિવસમાં ઈઝરાયલી હુમલામાં પેલેસ્ટાઈનના સેંકડો લોકોના મૃત્યુથી આંતરરાષ્ટ્રીય ચિંતા વધી છે. યુરોપીય સંઘના 17 દેશોએ ઈઝરાયલ સામે માનવીય અધિકાર ઉલ્લંઘનની નિંદા કરતા સહયોગ સમજૂતિની સમીક્ષાની માગણી કરી છે. જ્યારે બ્રિટને ફ્રી ટ્રેડ વાર્તા સસ્પેન્ડ કરી છે.

સ્પેન, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, સ્લોવેનિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ચેક ગણરાજ્ય, ગ્રીસ, પોલેન્ડ, ક્રોએશિયા અને સાઈપ્રસે ઈઝરાયલ સામે એક્શનની માગણી કરી છે.આ તમામ દેશ ગાઝામાં વધી રહેલા માનવીય સંકટના કારણે ચિંતિત છે અને યુરોપ-ઈઝરયાલ સમજૂતિની સમીક્ષાની માગણી કરી રહ્યાા છે. આ દરમિયાન બ્રિટને ઈઝરાયલ સાથે ફ્રી ટ્રેડની વાતચીત રોકી દીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક