• મંગળવાર, 24 જૂન, 2025

કોરોના હવે બિહામણો : સંક્રમણ સાથે મૃત્યુમાં વધારો

બ્રિટનમાં એક સપ્તાહમાં મૃત્યુઆંક બમણો : થાઈલેન્ડમાં 33000 કેસ : દુનિયાભરમાં પ્રસર્યો જેએન. 1 વેરિયેન્ટ

લંડન, તા.ર1 : અગાઉ દુનિયામાં હાહાકાર મચાવી ચૂકેલા કોરોના વાયરસનું બિહામણું રુપ ફરી એકવાર સામે આવ્યું છે. એશિયામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા એકાએક અનેકગણી વધી છે તો બ્રિટનથી ચિંતાજનક અહેવાલ છે કે એક સપ્તાહમાં જ કોરોનાથી મૃતકોની સંખ્યા બમણી થઈ છે.

વર્ષ ર019માં ઝળકયા બાદ કોરોના વાયરસ તબક્કાવાર થાળે પડી ગયો પરંતુ ર0રપમાં અચાનક જે રીતે કેસ અને મૃત્યુઆંક અચાનક વધવા લાગ્યા છે તે જોતાં નિષ્ણાંતોમાં ચિંતા જરુર છવાઈ છે. બ્રિટનમાં સરકારે જાહેર કરેલા નવા રિપોર્ટ મુજબ રજી મે ના રોજ પુરા  થયેલા સપ્તાહમાં 101 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું હતુ જે સંખ્યા અગાઉના સપ્તાહની તુલનાએ 6પ ટકા વધુ છે. જાન્યુઆરીમાં એક સપ્તાહમાં 111 લોકોના મૃત્યુ થયા હતા. તેમ છતાં આ સંખ્યા નવેમ્બર ર0ર3ના ર73 મૃત્યુ કરતાં ઓછી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ઓમિક્રોનનો સબવેરિયેન્ટ જેએન.1 ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોનાનું આ સ્વરુપ દુનિયાના અનેક દેશમાં પહોંચી ચૂકયો છે. તે એક ગ્લોબલ સ્ટ્રેન બની ચૂકયો છે. અનેક દેશમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.  સિંગાપુરમાં કોરોનાના કેસ 14ર00 થયા છે. સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને 133 થઈ છે. થાઈલેન્ડમાં કોરોનાના કેસ 33000 થયા છે. અહીં નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ અપાઈ છે. હોંગકોંગમાં કોરોનાના 104ર સક્રિય કેસ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક