• મંગળવાર, 24 જૂન, 2025

સિંધુ જળ મુદ્દે પાકિસ્તાનમાં બળવો

નહેર યોજનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા, મંત્રીનું ઘર ફૂંકયું

ઈસ્લામાબાદ, તા.ર1 : ભારતે સિંધૂ જળ સંધિ સ્થગિત કરી છે હજુ સંપુર્ણ રીતે પાણી બંધ કર્યુ નથી ત્યાં પાકિસ્તાનમાં સિંધુ જળ મુદ્દે હાહાકાર મચી ગયો છે અને જનતાએ રસ્તા ઉપર ઉત્તરી સિંધના ગૃહમંત્રી જિયાઉલ હસન લંજરનું ઘર આગ લગાવીને ફૂંકી માર્યુ છે. ઉગ્ર ભીડ તેમના ઘરમાં ઘૂસી ગઈ હતીઅને તોડફોડ કરી આગ લગાવી હતી.

પાકિસ્તાન સરકારે સિંધુ નદી ઉપર 6 નહેર બનાવવાનો પ્રોજેકટ જાહેર કરતાં જ વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં સિંધુ નદી ઉપર નહેર બનાવવામાં આવનાર છે. જેથી સિંધ પ્રાંતે વિરોધ કર્યો છે. સિંધુ નદીના પાણી મુદ્દે સિંધ, ખૈબર પખ્તુન્ખ્વા અને બલૂચિસ્તાનમાં  બળવો થયો છે. જનતામાં રોષ છે કે પાકિસ્તાનમાં સરકારની દરેક યોજનાઓ પંજાબને કેન્દ્રમાં રાખીને જ ઘડાઈ રહી છે. પાક. સરકાર સિંચાઈનું પાણી પંજાબને વધુ મળે તેવી કામગીરી કરી રહ્યાનો આરોપ લાગ્યો છે જેથી સિંધુ નદી પર 6 નહેર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક