• શનિવાર, 24 મે, 2025

સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન, હજારથી વધારે પર્યટક ફસાયા ઉત્તરી સિક્કિમની તમામ ટ્રાવેલ પરમીટ રદ : દિશાનિર્દેશો જારી

નવી દિલ્હી, તા. 25 : ઉત્તરી સિક્કિમમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધારે પર્યટકો અલગ અલગ સ્થળે ફસાયા છે. પોલીસ સૂત્રો અનુસાર ચુંગથાંગ ગુરુદ્વારા અને આઈટીબીપી કેંપમાં અંદાજીત 200 લોકો ફસાયેલા છે જ્યારે લાચુંગમાં 1,000 યાત્રીઓ ફસાયા છે. ખરાબ હવામાનના કારણે વાહનવ્યહારમાં પણ મુશ્કેલી આવી રહી છે. જેના પરિણામે ઉત્તરી સિક્કિમ માટે પહેલાથી નિર્ધારીત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી દેવામાં આવી છે.

અધિકારીઓએ ટૂર ઓપરેટરોને સખત નિર્દેશ આપ્યા છે કે સુરક્ષા કારણોથી કોઈપણ પર્યટકને ઉત્તરી સિક્કિમ મોકલવામાં ન આવે. વધુમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના જોખમને ધ્યાને રાખીને ઉત્તરી સિક્કિમ માટ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. મંગન જીલ્લાના પોલીસ અધીક્ષક સોનમ દેચૂ ભૂટિયા પાસેથી મળેલી જાણકારી અનુસાર લાચેન-ચુંગથાંગ માર્ગ ઉપર મુશીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ માર્ગ ઉપર પણ ભૂસ્ખલનની સૂચના મળી હતી.  સતત વરસાદના કારણે ઘણા સ્થળે પુરની સ્થિતિ પણ બની છે. જેનાથી સડક સંપર્ક અને યાત્રા સુરક્ષા ઉપર ગંભીર અસર પડી છે. આ સ્થિતિને ધ્યાને લઈને ઉત્તરી સિક્કિમની યાત્રા માટે કોઈ પરમીટ જારી કરવામાં આવશે નહીં અને પહેલા જારી કરવામાં આવેલી પરમિટ રદ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક