ઉઊઙઝના હેવાલ મુજબ, દર વર્ષનો સરેરાશ આંકડો 9,600
નવી
દિલ્હી, તા. 24 : ભારતમાં દેવાળું અને લાંબા સમય સુધી નિક્રિય રહેવા સહિતના કારણે છેલ્લા
બે વર્ષમાં 28,000થી વધુ સ્ટાર્ટઅપ બંધ થયા
હોવાનો ડેટા ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટ્રેક્સનના હેવાલમાં દાવો કરાયો હતો. આ સંખ્યા
વર્ષ 2019થી 22 સુધીના ત્રણ વર્ષમાં બંધ થનારા સ્ટાર્ટઅપથી અનેકગણી વધુ છે, જે આગામી
વર્ષોમાં હજુ વધી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી.
એક
મીડિયા હેવાલ મુજબ, હેવાલમાં દાવો કરાયો હતો કે, જે ક્ષેત્રમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ
બંધ થયા છે તેમાં એગ્રીટેક, ફિનટેક, એડટેક અને હેલ્થટેકનો સમાવેશ થાય છે. બંધ થવા પાછળના
શરૂઆતમાં ભારે મૂડી રોકાણ બાદ ખર્ચ વધી જવા સાથે ઝડપથી આગળ વધવાની હોડ અને ગ્રાહકોને
લાંબા સમય સુધી સેવા આપવામાં અસમર્થતા કારણભૂત હોવાનું જણાવાયું હતું.
નોંધનીય
છે કે, વર્ષ 2023માં સ્ટાર્ટઅપ્સનો આંકડો 15,921 અને 2024માં 12,717 પર હતો. દરવર્ષે
સરેરાશ 9,600થી વધુ સ્ટાર્ટઅપ્સ બંધ થતા હોવાનો પણ દાવો હેવાલમાં કરાયો હતો.