• રવિવાર, 27 એપ્રિલ, 2025

રોકડા કાંડ : જજ વર્માનાં ઘરે તપાસ માટે પહોંચી સુપ્રીમ સમિતિ

- ત્રણ હાઈકોર્ટનાં જજની બનેલી આંતરિક તપાસ સમિતિ જજ વર્માનાં ઘરે અડધો કલાકથી વધુ રોકાઈ

 

નવી દિલ્હી, તા.2પ: દિલ્હી હાઈકોર્ટનાં જજ યશવંત વર્માનાં ઘરમાંથી કથિતરૂપે ભારે મોટા જથ્થામાં રોકડ નાણું મળવાની ઘટનામાં સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ સમિતિએ તપાસ શરૂ કરી ાuધી છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિનાં ત્રણ સદસ્યની ટીમ આજે જજ વર્માનાં નિવાસે તપાસ માટે પહોંચી હતી.

આ સમિતિમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ જી.એસ.સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટનાં જજ અનુ શિવરામન સામેલ છે. આ સમિતિ આજે જજ વર્માનાં આવાસ ઉપર પહોંચી હતી. આ દરમિયાન તેઓ આશરે 30થી 3પ મિનિટ સુધી જજ વર્માનાં આવાસની અંદર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, 3 રાજ્યોની હાઈકોટનાં ચીફ જસ્ટિસની બનેલી આ સમિતિએ જજ વર્માનાં આવાસેથી મળેલી રોકડનાં મામલામાં કાર્યવાહી થવી જોઈએ કે નહીં તે નક્કી કરવાનું છે. જો કે આ પેનલને કોઈ કાર્યવાહીની સત્તા આપવામાં આવેલી નથી. પેનલ પોતાનો તપાસ અહેવાલ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) સંજીવ ખન્નાને સોંપશે. જો પેનલને આરોપોમાં તથ્ય જણાશે તો સીજેઆઈ આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરશે.

જો આરોપોમાં સમિતિને દમ લાગે અને જજને હટાવવા જોઈએ તેવું લાગશે તો ચીફ જસ્ટિસ સૌપ્રથમ તેમને રાજીનામું આપવા અથવા તો સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લઈ લેવાની સલાહ આપી શકે છે. જો આરોપમાં સપડાયેલા જજ બન્નેમાંથી કોઈ વિકલ્પ સ્વીકારવા તૈયાર ન થાય તો સીજેઆઈ સંબંધિત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસને એવી સલાહ આપી શકે છે કે, આરોપમાં ઘેરાયેલા જજને કોઈ કામ સોંપવામાં ન આવે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી, બન્નેને સૂચિત કરવામાં આવી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક