મુંબઈ, તા.24: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફણડીવસે નાગપુરમાં હિંસા આચરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
ત્યાર બાદ તંત્ર દ્વારા મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી સોમવારે
આરંભાઇ હતી. જોકે, છેલ્લી ઘડીએ અદાલતે ફહીમ ખાનનું ઘર તોડી પાડવા પર સ્ટે મૂકાયો હતો.
નાગપુર નગર પાલિકા દ્વારા ફહીમ
ખાનના ગેરકાયદે બનાવેલા બે માળના મકાન પર જેસીબી ફેરવી દેવા માટે પૂરી તૈયારી કરવામાં
આવી હતી અને તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેસીબી દ્વારા
ખાનના બીજા માળે જેસીબીનો એક ઘા પાડી થોડી નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ
એવામાં અદાલતે સ્ટે અૉર્ડર આપતા કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહીને
દેશ વિરુદ્ધ કામ કરનારા અને સમાજમાં આતંક ફેલાવનારાઓ માટે એક ચેતાવણીરૂપે પણ જોવામાં
આવી રહી છે.