ઈઝરાયલ સામે જોર્ડને મુક્યો પ્રસ્તાવ
: ગાઝામાં તમામ જૂથોના નિશત્રીકરણનો પ્લાન બતાવ્યો
નવી દિલ્હી, તા. 24 : ઈઝરાયલી
સુરક્ષા દળ (આઈડીએફ) દ્વારા ગાઝા પટ્ટી ઉપર સતત હુમલો ચાલી રહ્યો છે. ગાઝાના અલગ અલગ
વિસ્તારમાં બોમ્બમારાથી વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. રવિવારે રાત્રે આઈડીએફએ દ.ગાઝાની
સૌથી મોટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો. જેનાથી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન
જોર્ડને અપીલ કરી છે કે તે ગાઝામાંથી હમાસના 3000 આતંકીઓને ભગાડી દેશે પણ પહેલા ઈઝરાયલ
હુમલા બંધ કરે.
વર્તમાન સમયે યુદ્ધવિરામની કોઈ
સંભાવના દેખાય રહી નથી કારણ કે હમાસ ઈઝરાયલનું સમર્થન કરતી અમેરિકી શરતોને માનવા માટે
તૈયાર નથી તો બીજી તરફ ઈજીપ્તના પ્રસ્તાવને ઈઝરાયલ અને અમેરિકા માનવા તૈયાર નથી. આ
દરમિયાન ઈઝરાયલ પાસે આવેલા જોર્ડને ગાઝામાં બોમ્બમારો રોકવાની અપીલ કરી છે અને ઈઝરાયલ
સામે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોર્ડને હમાસના 3000 સભ્યને ગાઝા પટ્ટીમાંથી ભગાડવાની
યોજનાનો પ્રસ્તાવ આપ્યો છે.