• ગુરુવાર, 27 માર્ચ, 2025

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર

અમે ભવિષ્યમાં ભારત સાથે સમજૂતી કરારની જાહેરાત કરવાના છીએ : ટ્રમ્પ

નવી દિલ્હી, તા.14: ટ્રમ્પે પીએમ મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી પાસે અન્ય દેશોની તુલનાએ વધુ ક્રૂડ અને ગેસ છે. તેમને (ભારતને) બન્નેની જરૂરિયાત છે અને તે અમારી પાસે છે. ટ્રમ્પે વેપારી નીતિ અંગે કહ્યું કે, ‘અમે ભારત સાથે કામ કરવાની યોજના બનાવી છે. અમે ભવિષ્યમાં ભારત સાથે મોટી સમજૂતી કરારની જાહેરાત કરવાના છીએ.’

પીએમ મોદીએ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતી વખતે કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રીય હિતને હંમેશાં સર્વોચ્ચ માને છે અને તેમની જેમ હું પણ ભારતના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ રાખું છું ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, ‘અમારી પાસે વાત કરવા માટે કેટલીક મહત્ત્વની બાબતો છે. ભારત અમેરિકા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદવાનું છે. વિશ્વના કોઈપણ દેશની તુલનાએ અમારી પાસે સૌથી વધુ ક્રૂડ અને ગેસ છે. ભારતને તેની જરૂર છે અને અમારી પાસે તે છે. અમારા બન્ને વચ્ચે ઊર્જા પર સમજૂતી થઈ છે, જેનાથી આપણે ભારતમાં તેલ અને ગેસના અગ્રણી સપ્લાયર બનીશું.

ભારત દર વર્ષે અન્ય દેશો પાસેથી કેટલી રકમનું પેટ્રોલ-િડઝલ ખરીદે છે? તેની વાત કરીએ તો આ આંકડો 132 અબજ ડૉલર એટલે કે 11 લાખ કરોડ છે.  ભારત ચીન અને અમેરિકા બાદ ક્રૂડ ઓઇલ ખરીદનાર વિશ્વનો ત્રીજો મોટો દેશ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક