• મંગળવાર, 15 જુલાઈ, 2025

2 થી વધુ બાળકો હોય તો જ લડી શકાશે ચૂંટણી ! કાયદો ઘડવાની તૈયારીમાં આંધ્રપ્રદેશ

હૈદરાબાદ તા.16 : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબૂ નાયડૂએ એક મહત્વના નિવેદનમાં કહયું છે કે માત્ર એવા નેતાઓ જ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડી શકશે જેમના બે થી વધુ બાળકો છે.

તાજેતરમાં આંધ્રપ્રદેશ વિધાનસભાએ 3 દાયકા જૂના એ કાયદાને રદ કર્યો હતો જેમાં બેથી વધુ બાળકોવાળા વ્યક્તિઓને સ્થાનિક ચૂંટણીમાં ભાગ લેતાં રોકવામાં આવ્યા હતા. ચંદ્રબાબૂ છેલ્લા એક દાયકાથી બેથી વધુ બાળકોની તરફેણ કરી રહયા છે. તેઓ માને છે કે તેલુગુ પરિવારોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ જેથી વૃદ્ધોની વધી રહેલી સંખ્યાનું સમાધાન કરી શકાય. ગત વર્ષ તેમણે વધુ બાળકોવાળા પરિવારોને પ્રોત્સાહનની તરફેણ કરી હતી. દક્ષિણના રાજયોમાં સામાન્ય રીતે બે બાળકોની નીતિ અપનાવવામાં આવે છે. આ રાજયોનો કુલ પ્રજનન દર 1.73 છે જેની સામે રાષ્ટ્રીય સરેરાશ ર.1 છે.

ઇ-પેપરના નવા શુલ્ક