• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

શિવ નાદર સૌથી મોટા દાનવીર : ડોનેટ કર્યા 2153 કરોડ રૂપિયા

હુરુન ઈન્ડિયાની યાદી અનુસાર મુકેશ અંબાણી દાનમાં બીજા નંબરે, ગૌતમ અદાણીએ ડોનેટ કર્યા 330 કરોડ રૂપિયા

નવી દિલ્હી, તા. 7 : ભારતના દાનવીરોની નવી યાદી સામે આવી ચૂકી છે. જેમાં એક ઉદ્યોગપતિ અને તેના પરિવારે સૌથી વધારે દાન કર્યું છે. આ ખુલાસો હુરુન ઈન્ડિયા 2024ની યાદીમાં કરવામાં આવ્યો છે. જેમાં ભારતના ટોપ-10 દાનવીરોના નામ છે. યાદીમા ટાટા અને અંબાણી જેવા દિગ્ગજ પણ પાછળ છે. મુકેશ અંબાણી અને પરિવાર દાનમાં બીજા ક્રમાંકે છે.

હુરુન ઈન્ડિયાની યાદી અનુસાર શિવ નાદર અને પરિવારે પાંચ વર્ષમાં ત્રીજી વખત યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે 2153 કરોડ રૂપિયાનું દાન કર્યું છે ત્યારબાદ મુકેશ અંબાણી અને તેનો પરિવાર, બજાજ ફેમિલી, કુમાર મંગલમ અને ફેમિલી અને ગૌતમ અદાણી અને ફેમિલીનું નામ સામેલ છે. આ તમામે મળીને નાણાકીય વર્ષ 2024મા 4625 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

યાદી અનુસાર એચસીએલના ફાઉન્ડર શિવ નાદરે નાણાકીય વર્ષ 2023ની તુલનાએ 5 ટકા વધારે સંપત્તિ દાન કરી છે. શિવ નાદર ફાઉન્ડેશનની સ્થાપના 1994મા થઈ હતી. જે એજ્યુકેશન, આર્ટ અને કલ્ચર ઉપર ફોકસ કરે છે. તેના દાનની પ્રતિદિવસ એવરેજ કાઢવામાં આવે તો નાદરે 5.9 કરોડ રૂપિયા પ્રતિદિવસ દાન કર્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ 407 કરોડ રૂપિયા દાન કર્યા છે. જે યાદીમાં બીજા નંબરે છે. બજાજ ફેમિલીએ 352 કરોડ રૂપિયા દાન કર્યા છે અને ત્રીજા નંબરે છે. આ ઉપરાંચ કુમાર મંગલમ બિડલા 334 કરોડના દાન સાથે ચોથા, ગૌતમ અદાણી 330 કરોડ રૂપિયાના દાન સાથે પાંચમા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક