• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

લા-નીનાની અસર : ઠંડી 25 વર્ષનો રેકોર્ડ તોડશે ! જળવાયુ પરિવર્તનને ટાંકી વૈજ્ઞાનિકોની આગાહી

અલીગઢ, તા.7 : આ વર્ષે છેલ્લાં રપ વર્ષનો રેકોર્ડ તોડતાં ઠંડી ભુક્કા બલાવશે તેવી આગાહી વૈજ્ઞાનિકોએ કરી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂસ્તર વૈજ્ઞાનિકોએ કહ્યંy કે, ઉત્તર ભારતમાં ઠંડી વધવાનો સીધો સંબંધ પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલા લા-નીનાની અસર છે. આ જળવાયુ પરિવર્તન ઉત્તર ભારતમાં તાપમાનને સામાન્યથી વધુ નીચે લાવી શકે છે. એએમયુના એસોસિયેટ પ્રોફેસર ડો.સલેહા જમાલ અનુસાર લા-નીનાને કારણે આપણાં ક્ષેત્રમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઉચ્ચ દબાણવાળી ઠંડી હવાઓ વધશે. જે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ લાવશે. આ એક જળવાયુ ચક્ર છે જે હવામાનમાં બિન અપેક્ષિત બદલાવ લાવે છે. પહેલાં વરસાદ ઓછો થયો, પછી એટલો ભારે થયો કે પૂર આવ્યું. આવી જ અસ્થિરતા હવે ઠંડીમાં જોવા મળી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક