• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ભારતમાં ખાસ પ્રકારનો જાતિગત ભેદભાવ : રાહુલ

તેલંગણામાં સર્વેક્ષણ શરૂ, મોડલ રાજ્ય બનાવવા પ્રતિબદ્ધ, 50 ટકા અનામત મર્યાદા હટાવીને જ રહીશું

હૈદરાબાદ, તા.6 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યંy કે તેઓ તેલંગણામાં જાતિ આધારિત જનગણના સુનિશ્ચિત કરવા સાથે જ દેશમાં જાતિ આધારિત જનગણના માટે રાજ્યને એક મોડલ તરીકે રજૂ કરવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા 6 નવેમ્બરથી શરૂ કરવામાં આવનાર જાતિ સર્વેક્ષણ પહેલાં તેલંગણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યંy કે જાતિ આધારિત જનગણના ભેદભાવની મર્યાદા અને પ્રકૃતિનું આંકલન કરવા શરૂ કરવામાં આવનાર પહેલી પ્રક્રિયા છે. એટલે હું એ સુનિશ્ચિત કરવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છું કે ન માત્ર તેલંગણામાં જાતિ આધારિત જનગણના થાય પરંતુ તેલંગણા તે માટે દેશમાં એક મોડલ બને. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભારતમાં એક અલગ જ પ્રકારનો જાતિગત ભેદભાવ છે અને તે સંભવત: વિશ્વમાં સૌથી ખરાબ છે. અમે અનામતની પ0 ટકા મર્યાદા હટાવીને જ રહીશું.

 

ઇ-પેપરના નવા શુલ્ક