• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

સૌર તોફાનથી રંગબેરંગી બન્યું આકાશ

લેહ, અમેરિકાના અલ્બામા અને ન્યુ મેક્સિકોમાં જોવા મળ્યો નજારો

 

નવી દિલ્હી, તા. 12 : એક શક્તિશાળી સૌર તોફાન પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાવાનાં કારણે લેહના આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આકાશ અરોરાનાં કારણે ચમકી ઉઠયું હતું. જાણકારો અનુસાર 10 ઓક્ટોબરના કોરોનલ માસ ઇન્જેક્શન 24 લાખ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પૃથ્વી ઉપર પહોંચ્યું હતું. લેહની જેમ જ અમેરિકાના અલ્બામા અને ન્યુ મેક્સિકોમાં પણ આકાશ રંગબેરંગી થયું હતું.

લેહમાં સ્થિત દેશની સૌથી ઊંચી ઓબ્ઝરવેટરી હાન્લેએ અદ્ભુત નજારો નિહાળ્યો હતો. હકીકતમાં સૂર્ય ઉપર કોરોનલ માસ ઇજેક્શનનાં કારણે ઊર્જા પૃથ્વીનાં વાતાવરણમાં રહેલાં નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે ટકરાય ત્યારે તેનો રંગ વાદળી, લીલો અને લાલ થાય છે. લેહમાં લાલ અરોરા જોવા મળ્યો હતો. જેને ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ટેલિસ્કોપથી કેપ્ચર કરવામાં આવ્યો હતો.

9 ઓક્ટોબરના રોજ સૂર્ય ઉપર તોફાનનાં કારણે આ બનાવ બન્યો હતો. આ તોફાન 15 લાખ માઇલ પ્રતિ કલાકની  ઝડપથી પૃથ્વી સુધી પહોંચ્યું હતું. નેશનલ ઓશિયનિક એન્ડ એટમાસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન મુજબ આ જી-4 તોફાન હતું.

ઇ-પેપરના નવા શુલ્ક