• શુક્રવાર, 08 નવેમ્બર, 2024

શિવલિંગ ઉપર વીંછી : થરૂરની ટિપ્પણી પર સોમવારે સુનાવણી

માનહાનીનો કેસ :  હાઇ કોર્ટના ચુકાદાને પડકારતા કોંગ્રેસ નેતા

 

નવી દિલ્હી, તા.1ર : સુપ્રીમ કોર્ટ સોમવારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની એ અરજી પર સુનાવણી કરશે જેમાં દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીને નિશાનો બનાવી તેમણે કથિત રૂપે શિવલિંગ ઉપર વીંછી એવી કરેલી ટિપ્પણી બદલ તેમના વિરુદ્ધ માનહાનીનો કેસ ન ચલાવવાની માગ કરતી અરજી હાઇ કોર્ટે ફગાવી દીધા બાદ મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે. હાઇ કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ પ્રધાનમંત્રી વિરુદ્ધ શિવલિંગ ઉપર વીંછી જેવા આરોપ ધૃણિત અને નિંદનીય છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ આ મામલે ફરિયાદી ભાજપા નેતા રાજીવ બબ્બર અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો. 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ ઋષિકેશ રોય અને ન્યાયમૂર્તિ એસવીએન ભટ્ટીની ખંડપીઠ થરૂરની અરજી પર સુનાવણી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક