• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

ઈશાનમાં અશાંતિ : મણિપુર પછી નાગાલેન્ડમાં ઉકળાટ

સરકાર દ્વારા કરવામાં આવેલા નવા નિયમોનાં વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા

નવી દિલ્હી, તા.18: ઈશાન ભારત ફરીથી અશાંતિમાં ધકેલાઈ રહ્યું છે. મણિપુર પછી હવે નાગાલેન્ડમાં ઉકળાટ શરૂ થયો છે. લોકો સરકારનાં નવા નિયમોનો વિરોધ કરવા ઉતરી રહ્યાં છે. નાગાલેન્ડ કેબિનેટ દ્વારા તાજેતરમાં બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટીયર રેગ્યુલેશન-1873 (બીઆરએફઆર એક્ટ) હેઠળ ત્રણ જિલ્લા-દીમાપુર, ચુમોકેદિમા અને નિઉલેન્ડમાં અલગ-અલગ કટઓફ વર્ષ સાથે ઈનર લાઈન પરમિટ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સામે સ્થાનિકોનો વિરોધ છે.

બીઆરએફઆર એક્ટ 1873થી નાગા હિલ્સ એટલે કે વર્તમાન નાગાલેન્ડમાં લાગુ છે. તેનાં હેઠળ કોઈપણ ભારતીય, વિદેશી નાગરિક કે જે નાગાલેન્ડનાં મૂળનિવાસી નથી તેમણે મર્યાદિત અવધિ માટે નાગાલેન્ડમાં જવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરમિટ લેવી પડશે. આવી ઈનર લાઈન પરમિટ વ્યવસ્થા મણિપુર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં પણ લાગુ છે. નાગાલેન્ડ માટે કેબિનેટનાં નવા ફેંસલાથી દીમાપુર જિલ્લા માટે નિવાસીઓની ત્રણ શ્રેણી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં પહેલી બે શ્રેણી માટે પરમિટ લેવાની આવશ્યકતા રહેતી નથી. આનાં હિસાબે પ્રદેશમાં વિરોધ શરૂ થયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક