લોકસભાની
કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. કાર્યવાહી સ્થગિત થતા પહેલા સ્પીકર
ઓમ બિરલાએ સદનમાં ચોમાસુ સત્ર દરમિયાન થયેલા કામકાજની સમીક્ષા રજુ કરી હતી. તેમણે સદનમાં
પસાર વિધેયકો સાથે જ અંગત સંકલ્પ ઉપર ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્પીકરે કહ્યું
હતું કે સત્ર દરમિયાન પ્રોડક્ટિવિટી 136 ટકા રહી છે. સત્ર સ્થગિત થયા બાદ અનૌપચારિક
‘ચાય પે ચર્ચા’માં પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન કર્યું હતું અને નમસ્તે
કર્યા હતા. રાહુલ ગાંધીએ રાજનાથસિંહને યુક્રેનની સ્થિતિ અંગે પુછ્યું હતું. જેના ઉપર
રાજનાથસિંહે કહ્યું હતું કે, સ્થિતિ ઉપર પુરતી નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકની તસવીર
પણ જારી થઈ છે. જેમાં પીએમ મોદી, ઓમ બિરલા, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, કિરેન
રિજિજૂ, પીયૂષ ગોયલ અને ચિરાગ પાસવર જોવા મળ્યા હતા.