જેપીસીને
સોંપાયો : 31 સાંસદની સમિતિ સમીક્ષા કરશે, શિયાળુ સત્રમાં રાજયસભામાં રજૂ કરાય તેવી
સંભાવના
નવી
દિલ્હી તા.9 : કેન્દ્ર સરકારે વકફ બોર્ડ સંશોધન
ખરડો (બિલ) લોકસભામાં રજૂ કર્યો પરંતુ રાજયસભામાંથી પાછો ખેંચી લીધો છે. રાજયસભાની
ખાલી પડેલી બેઠકો, જાહેર થયેલી ચૂંટણી અને બદલાયેલા સમીકરણો વચ્ચે આમ ખરડા માટે જેપીસી
(સંયુક્ત સંસદીય સમિતિ)ની રચના કરવામાં આવી છે જેમાં લોકસભાના ર1 સાંસદ અને રાજયસભાના
10 સાંસદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુરુવારે સંસદમાં ચર્ચા બાદ આ ખરડાને જેપીસીને
સોંપવા નિર્ણય લેવાયો હતો. આ સમિતિ પોતાનો રિપોર્ટ સંસદના આગામી સત્રમાં રજૂ કરશે.
મોદી
સરકારે ગુરુવારે લોકસભામામં વકફ સંશોધન ખરડો રજૂ કર્યો હતો જેને હવે જેપીસીને સોંપવામાં
આવ્યો છે. જેપીસીના સદસ્યોમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સુર્યા, અપરાજિતા
સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય, ડીકે અરુણા, ગૌરવ ગોગોઈ,
ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ મોહિબુલ્લા, કલ્યાણ બેનર્જી, એ રાજા, કૃષ્ણા અલાવરુ, દિલેશ્વર કામત, અરવિંદ સાવંત, સુરેશ ગોપીનાથ,
નરેશ ગણપતિ, અરુણ ભારતી, અસદુદીન ઓવૈસી વગેરે સામેલ છે.
વકફ
સંશોધન ખરડા અંગે વિપક્ષે લોકસભામાં ભારે હંગામો મચાવ્યો હતો.ભાજપના કેટલાક સાથીઓએ
પણ સલાહ સૂચન કર્યા છે. ત્યાર બાદ સરકારે તેને જેપીસીને સોંપવા ર્નિયય લીધો હતો. જે
સાથે રાજયસભામાંથી તે પરત ખેંચી લેવાયો છે. કેન્દ્રની મોદી સરકારમાં એવું પહેલીવાર
બન્યુ છે જયારે કોઈ ખરડાને જેપીસીને સોંપાયો હોય. રાજયસભામાં બેઠકોની સિથતી સ્પષ્ટ
થયા બાદ સરકાર આ ખરડાને આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે. જેથી પુરતાં સંખ્યાબળને
કારણે સરકારને તેને પસાર કરાવવામાં કોઈ મુશ્કેલી ન થાય. આવતાં મહિને રાજયસભાની ખાલી
પડેલી 1ર બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ રાજયસભામાં ભાજપનું સંખ્યા બળ વધી
જશે.
રાજ્યસભામાં
ફરી એકવાર ઘમસાણ
જયા
બચ્ચન અને જગદીપ ધનખડ વચ્ચે તીખી તકરાર પછી મામલો બીચક્યો : ગૃહત્યાગ બાદ વિપક્ષ સામે
નિંદા પ્રસ્તાવ: વિપક્ષ પણ ધનખડને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવની તૈયારીમાં
નવીદિલ્હી,
તા.9: સંસદનાં ચોમાસું સત્રમાં શાસક અને વિપક્ષ વચ્ચે ફરી એકવાર ઘમસાણ મચી ગયું છે.
રાજ્યસભામાં આજે સપાનાં સાંસદ જયા બચ્ચન અને સભાપતિ જગદીપ ધનખડ વચ્ચે તીખી તકરાર થઈ
ગઈ હતી. જેમાં જયા બચ્ચને ધનખડનાં બોલવાનાં ટોન સામે વાંધો લીધો હતો અને પછી સભાપતિએ
પણ તેમને કડક ઠપકો આપ્યો હતો. આ બોલાચાલી બાદ વિપક્ષે ગૃહમાં બોલવા નહીં દેવાતા હોવાનો
આરોપ મૂકીને સભાત્યાગ કર્યો હતો. જેને પગલે ઉપલા ગૃહમાં નેતા જે.પી.નડ્ડાએ વિપક્ષ સામે
નિંદા પ્રસ્તાવ પેશ કર્યો હતો. બીજીબાજુ વિપક્ષ પણ સભાપતિ ધનખડ વિરુદ્ધ આરપારની લડાઈ
છેડતા તેમને હટાવવા માટે અનુચ્છેદ 67 હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો
છે.
રાજ્યસભામાં
આજે હોબાળો ત્યારે વધી ગયો જ્યારે જયા બચ્ચને કહ્યું કે, હું એક કલાકાર છું અને બોડી
લેંગ્વેજ સમજું છું. હાવભાવ સમજું છું. મને માફ કરજો સાહેબ પણ તમારો ટોન ઉચિત નથી.
તમે અધ્યક્ષસ્થાને બિરાજમાન ભલે હોય પણ આપણે બધા સહકર્મી જ છીએ. જયા બચ્ચનની આ વાત
ઉપર શાસકદળનાં સદસ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો. જો કે ધનખડે બધાને અટકાવીને પોતાની
નારાજગી ઠાલવી હતી. તેમણે કહ્યું કે, તમે ભલે ગમે તે હોય, કોઈ સેલિબ્રિટી કેમ ન હોય
પણ ગૃહનો શિષ્ટાચાર સમજવો જ પડશે. તમારું આવું વર્તન સહન કરવામાં નહીં આવે. જેને પગલે
શાસક અને વિપક્ષ બન્ને પક્ષે ભારે ધમાલ મચી ગઈ હતી.
આ ધમાલ
વચ્ચે વિપક્ષે ગૃહત્યાગ કરી જતાં ગૃહની કાર્યવાહી ખોરવવા માટે તેમની સામે નિંદા પ્રસ્તાવ
રજૂ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ વિપક્ષનો આરોપ છે કે, તેમને સંસદમાં બોલવા દેવામાં
આવતા નથી. વિપક્ષ હવે આનાં માટે રાજ્યસભાનાં સભાપતિને હટાવવા માટે આરપારની લડાઈ લડવાની
તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. આનાં માટે તેઓ મહાભિયોગ પ્રસ્તાવ લાવે તેવી પણ સંભાવના
છે.