• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સુનિતા વિલિયમ્સને પરત લાવશે મસ્કનું રોકેટ

ફેબ્રુઆરી 2025માં સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન મારફતે અંતરીક્ષ યાત્રીઓને પરત લાવવા ઉપર વિચારણા

નવી દિલ્હી, તા. 8 : જૂન મહિનામાં ભારતીય મૂળની અમેરિકી અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરીક્ષથી ઉડાન ભરી હતી. 10 દિવસની અંદર બન્ને પરત ધરતી તરફ આવવાના હતા. જો બે બે મહિનાથી વધારે સમય વિતવા છતાં બન્ને પરત ફરી શક્યા નથી. નાસાએ તમામ કોશિશ કરી છે પણ હજી સુધી ટેક્નિકલ સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી. હવે નાસાએ અપડેટ આપ્યા છે કે અત્યારે બન્ને યાત્રીની ધરતી ઉપર વાપસી ચાલુ વર્ષ સુધી ટળી છે. જો કે ફેબ્રુઆરી 2025 સુધીમાં એલન મસ્કના રોકેટ સ્પેસ એક્સની મદદથી બન્નેને ધરતી ઉપર પરત લાવવામાં આવશે.

નાસાના અધિકારીઓએ કહ્યું હતું કે, સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ધરતી ઉપર પરત લાવવા માટે સ્ટારલાઇનર ઉપરાંત અન્ય વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. નાસાએ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે અંતરીક્ષ યાત્રી ફેબ્રુઆરી 2025 સુધીમાં સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનના વિકલ્પોમાંથી એક ઉપર પરત આવી શકે છે કારણ કે વર્તમાન સમયે સ્ટારલાઇનરથી અંતરીક્ષ યાત્રીનું પૃથ્વી ઉપર પરત ફરવું જોખમી છે.  સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર જૂનની 6 તારીખથી આઇએસએસ ઉપર ફસાયેલા છે. સ્ટારલાઇનર વિમાનમાં ગેસ લીક થયા બાદ ટેક્નિકલ સમસ્યાઓ સામે આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક