મહારાષ્ટ્રના આંબેજવાલગા ગામનો યુવાન ઝડપાયો: ચાર વિરુદ્ધ ફરિયાદ : મહુવાના કુંડળઢસિયા ગામેથી રૂ. સવા ચાર લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
બોટાદ, તા. 15: બોટાદ જિલ્લાના બરવાળાથી કાપડિયાળી જવાના રસ્તે આવેલ દર્શન હોટલ સામેના ખુલ્લી જગ્યામાંથી નટ બોલ્ટના બોક્સની આડમાં છૂપાયેલો રૂ. 11.81 લાખના દારૂ બિયરના જથ્થા સાથેનું આઇસર પોલીસે ઝડપી લીધું હતું. આ અંગે મહારાષ્ટ્રના આંબેજવાલગા ગામના સૌદાગર ઘૌડીબા વાઘ નામના શખસની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ, બિયર, મોબાઇલ ફોન, નટ બોલ્ટના બોક્સ અને આઇસર મળી કુલ રૂ. 23.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ચાર સામે ગુનો નોંધાયો હતો.
બોટાદ એલ.સી.બી. પી.આઈ ટી.એસ. રીઝવી તથા સ્ટાફ દ્વારા બાતમી ને આધારે બરવાળા કાપડીયાળી જવાના રોડે દર્શન હોટલની પાસેની ખુલ્લી જગ્યામાં પડેલ આઇશર ગાડીમાંથી નટ બોલ્ટ ભરેલ બોક્સની આડમાં ભારતીય બનાવટના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પી.આઇ ટી.એસ.રીઝવી દ્વારા રૂ. 10 લાખનું આઇશર તથા ભારતીય બના વટનો દારૂની 288 પેટી તથા12 છૂટી બોટલ મળી કુલ રૂ. 10.40 લાખની દારૂની 3468ની બોટલ, બિયરની 58 પેટી તથા છૂટા ટીન 19 મળી કુલ રૂ. 1.41 લાખના બિયરના 1411 ટીન મળી કુલ- 11,81, લાખ, રૂ. આઠ હજારના બે મોબાઇલ, રૂ. 1.68 લાખના નટ બોલ્ટના 168 બોક્સ મળી કુલ 23,61 લાખનો મુદ્દા માલ કબજે કરાયો હતો. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના આંબેજવાલગા ગામના સૌદાગર ધૌડીબા વાધની ધરપકડ કરવામાં આવી હતી. સૌદાગર ધૌડીબા વાધ ઉપરાંત શેખર પૌંડીબા વાધ, બરવાળાના રેફડાના શિવકુભાઇ જેઠસુર ભાઇ કરપડા તથા પાયલોટિંગ કરનાર સફેદ કલરની વેગેનાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણ સરની કાર્યવાહી કરી હતી.
મહુવા: ભાવનગરના મહુવા તાલુકાના કુંડળઢસિયા ગામની સીમમાં આવેલ મેહુલ મધુભાઇ સોલંકીની વાડીમાંથી રૂ. 4.22 લાખના દારૂની 2536 બોટલ અને બિયરના 480 ટીનનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર, સ્કૂટર, દારૂ, બિયર મળી કુલ રૂ. 11.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહુવાના અશ્વિન ઉર્ફે કાળિયો ધીરૂભાઇ શિયાળની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં દારૂ-બિયરની હેરાફેરીમાં ભાવેશ વીરાભાઇ વાસિયા, શ્યામ પેથાભાઇ ગઢવી, હિતેષ રવજીભાઇ સરવૈયા અને વાડી માલિક મહુલ સોલંકીની સંડોવણી ખુલી હતી. પોલીસે કુલ છ શખસ સામે ગુનો નોંધ્યો હતો.