ભાવનગર, તા.11 : રૂપાણી સર્કલ પાસે શશીપ્રભુ ચોકમાં શાંતી પ્રાઈમ ફલેટમાં પુત્રી સાથે રહેતા અંજનાબેન હેંમતલાલ ભોગાયતા નામના વૃદ્ધાએ તેની સાથે હોટલ બુકિંગના ઓઠા હેઠળ રૂ.પ લાખની ઠગાઈ કરનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં વૃદ્ધા અંજનાબેન ભોગાયતાને કલકતા ફરવા જવું હોય કલકતામાં ગુજરાતી સમાજના બુકિંગ માટે તેના નંબર ગુગલ મેપ દ્વારા શોધતા એક મોબાઈલ નંબર મળતા તેમાં બુકિંગ માટે વાત કરતા ડિપોઝીટ પેટે રૂ.1 હજાર મોકલવાનું જણાવતા અંજનાબેને ગુગલ પે દ્વારા પેમેન્ટની ચુકવણી કરી હતી. બાદમાં અજાણ્યા શખસે વોટ્સએપમાં રેફરન્સ નંબર મોકલ્યો હતો. જેમાં એક એપ્લિકેશન ફાઈલ પણ મોકલી હતી અને અંજનાબેનના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો અને બાદમાં ઓટીપી મેસેજ આવ્યા બાદ અંજનાબેનના બેંક ખાતામાંથી રૂ. પ.0પ લાખની રકમ ઉપડી જતા ઠગાઈ કરવામાં આવી હોવાની જાણ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે મોબાઈલ નંબરના આધારે ચીટરની શોધખોળ શરૂ કરી હતી.
.....