• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ધંધુકા નજીક ખાનગી બસ પલટી જતા એકનું મૃત્યુ: 15 મુસાફર ઘવાયા

ઢસા નજીક ગુરુના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા શિષ્યોને નડયો અકસ્માત

 

વઢવાણ, તા.2: ધંધુકા-બગોદરા હાઇ વે પર લોબિયા ગામ નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે 15 જેટલા મુસાફરને ઈજા થઈ હતી. અમદાવાદના શિષ્યો ઢસા નજીક ગુરુના જન્મદિવસની ઉજવણી કરી પરત જતા હતા ત્યારે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

જાણવા મળતી વિગત મુજબ ઢસા નજીક સાત હનુમાન આશ્રમના ગુરુના જન્મદિવસની ઉજવણી કરી શિષ્યો લક્ઝરી બસમાં પરત જતા હતા ત્યારે ધંધુકા બગોદરા હાઇ વે પર લોબિયા ગામ પાસે મોડી રાત્રે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી જ્યારે અકસ્માત સર્જતા ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા કોઠ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો દોડી ગયા હતા અને 15 જેટલા ઈજાગ્રસ્તને બસમાંથી બહાર કાઢી 108 મારફત ધંધુકા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ભાવેશભાઈ રામજીભાઈ વ્યાસ (રે.અમદાવાદ, હાથીજણ વિસ્તાર)નું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.