• મંગળવાર, 18 જૂન, 2024

ભાવનગરમાંથી દારૂ-િબયરનો રૂ.4.76 લાખનો મુદ્દામાલ કબજે 2484 બોટલ દારૂ, 432 ટીન બિયર પકડાયું

ભાવનગર, તા.9: ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન  બાતમી મળેલ કે અજયભાઇ મોહનભાઇ ચૌહાણ રહે.પ્લોટ નં.46/બી, શેરી નં.2, રજપૂતવાડા, સુભાષનગર, ભાવનગરવાળો તેના કબજા ભોગવટાની ઓરડીમાં  ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે અને હાલ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો સગેવગે કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે સરફરાજ ઉર્ફે નનકો ઉર્ફે મુંગો રફીકભાઇ સૈયદ (ઉં.વ.18) રહે.પ્લોટ નં.46/એફ, શેરી નં.2, 50-વારિયા, શંકર મંદિર પાછળ, સુભાષનગર, ભાવનગર ને ઝડપી લીધો હતો જ્યારે કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી રહે.શેરી નં.2, રજુપતવાડા, સુભાષનગર, હિરેનભાઈ ગોબરભાઈ ઢાપા રહે. શેરી નં.2, રજુપતવાડા, સુભાષનગર, શૈલેષભાઇ ઉર્ફે સન્ની રમેશભાઇ જાદવ રહે. મુખ્યમંત્રી આવવાસ, ભરતનગર તથા અફઝલભાઇ અસલમભાઇ પઢિયાર રહે. શિહોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપની સીલપેક નાની-મોટી બોટલ નંગ-2795 કિં.રૂ.3,58,677/- બીયર ટીન નંગ-432 કિં.રૂ.54,000/- દેશી દારૂની બોટલ નંગ-89 કિં.રૂ.4005/-  પ્લાસ્ટિકનો કાગળ, મોબાઇલ નંગ-1 કિં.રૂ.10,000/- એક્સેસ સ્કૂટર કિં. રૂ.50,000/-મળી કુલ કિં. રૂ.4,76,682/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.

દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ.  કે. એસ. પટેલ, પો.સબ ઇન્સ.  આર. એ. વાઢેર જોડાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક