• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સુરતના માંગરોળમાં પત્નીએ પુત્રીનો સાથ લઇને પતિની હત્યા કરી

ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મૃત્યુ થયાનું પરિવારજનોને જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 7: સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ગામે આવેલા લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય આધેડ નરેશ તૃષ્ટી નાયકની ગળું દબાવીને હત્યા કર્યા બાદ પત્ની અને બે પુત્રીએ લાશને કોથળામાં નાખીને જમીનમાં દાટી દીધી હતી.

પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળના પીપોદરો પાસે લુમ્સના કારખાનામાં નોકરી કરતા નરેશ તૃષ્ટી નાયક ઉ- 50 પરિવાર સાથે રહી ગુજરાન ચલાવતો હતો. ગતરોજ બાજુમાં રહેતા પડોશી મોહમદ યાકુન ઉર્ફે મુના મહોમદ હદિશ સાંઇને સાંજના સમયે બહાર નીકળતા ઉમંગ રેસીડેન્સીની પાછળ દીવાલને અડીને જમીનમાં દુર્ગધ આવતું હતું. જે જમીનમાંથી કોથળું કાઢી જોતા એક માણસની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. જેના બન્ને હાથ નાયલોન દોરીથી બાંધેલી હાલતમાં હતા. જીભ બહારની સાઇડે નીકળેલી હતી. લાશના શરીર ઉપર જીવડા ફરતા હતા અને આ લાશના કમરમાં બ્લ્યૂ સફેદ ચોકડી ડિઝાઇન વાળી લુંગી હતી. લુંગી જોતા જ તે મારા રૂમની બાજુમાં રહેતા નરેશની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી નરેશના ભત્રીજા ટુબલુ ઉર્ફે અનિલ પ્રતાપ નાયકને સંપર્ક કરી જાણ કરી હતી. જેથી ટુબલુ ઉર્ફે અનિલ પ્રતાપ નાયક તથા તેના પિતા પ્રતાપ નાયક આવતા તેઓએ પણ આ મરનારની લાશ પોતાના કાકા/ભાઇની હોવાનું ઓળખી બતાવ્યું હતું. ભત્રીજા અનિલે જણાવ્યું હતું કે, મારા કાકી સવિતાએ વતનમાં કહ્યું કે, ઓરિસ્સા રેલવે અકસ્માતમાં નરેશ તુષ્ટિ નાયક ગુજરી ગયા છે. મૃતક નરેશનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ  નરેશ તુષ્ટિ નાયકના મૃતદેહનો પોલીસે કબજો લઈ તપાસ કરતા તેઓનું મૃત્યુ ચાર-પાંચ દિવસ અગાઉ થયું હોવાનું જાણવા મળ્યું હતું. અને તેઓની હત્યા થઈ હોવાનુ ખુલ્યું હતું. નરેશને પત્ની સવિતાએ બે દીકરીઓની મદદગારીથી મૂઢમાર મારી અથવા ગળું દબાવી મૃત્યુને ઘાટ ઉતાર્યા હોવાનું પડોશીએ અનુમાન લગાવતા જણાવ્યું હતું. કોસંબા પોલીસ મથકના પીઆઇ એચ.બી.ગોહિલ અને આઇપીએસ જે.કે મૂળિયાએ એફએલસેલ ટીમને સ્થળ પર બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતકની પત્ની સુધી પહોંચી વળવા બાતમીદારોને કામે લગાડયા છે.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, નરેશ તેની પત્ની સવિતા અને તેની બે દીકરીઓ સોનિયા અને પીંકલ એમ ચાર સભ્યો રહેતા હતા. અગમ્ય કારણોસર મૃતકનું તેની પત્ની અને તેની બે દીકરીએ કોઈ પદાર્થ અથવા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં લાશને બાંધીને કોથળામાં નાખીને ખાડો ખોદીને દાટી દીધી હતી. એ પછી માતા-બે પુત્રી ઓરિસ્સા નાસી ગયા હતાં.ં લોકોને ગુમરાહ કરવા સવિતાએ સસરા મરણ પામ્યા હોવાથી વતન જવાનું કહ્યું હતું જ્યાં ગામડે મરણજનારની હાજરી ન હોવાથી ત્યાંના લોકોને હાલમાં તાજેતરમાં બનેલી ટ્રેનની દુર્ઘટનામાં પતિનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ ફરાર ત્રણેય આરોપીઓને શકમાં રાખી ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેયની શોધખોળ કરી આગળની વધુ તપાસ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક