બે ની ધરપકડ સાથે 7.29 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
ગોંડલ,
તા.10: રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે વહેલી સવારે
હરીયાણાથી દારૂનો જથ્થો ભરી જુનાગઢ જઈ રહેલી કારમાંથી રૂા.7,29,280ના મુદામાલ સાથે
બે શખસ ઝડપી લઈ દારૂનો જથ્થો મંગાવનાર જુનાગઢના બુટલેગરને ઝડપી લેવા રૂરલ ક્રાઈમ બ્રાંચે
ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત
વિગત મુજબ, રૂરલ ક્રાઈમ બ્રાંચ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે નેશનલ હાઈવે ઉમવાડા
ચોકડી પરથી પસાર થઈ રહેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.3,11,280ની કિંમતનો
દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂા.7,29,280ના મુદામાલ સાથે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના
લીરબાઈ પરામાં રહેતા રમેશ પરબતભાઈ ઓડેદરા તથા જુનાગઢના ડુંગરપુર રહેતા રાજેશ કાનજીભાઈ
ડાભીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ
સુત્રોના જણાવ્યા અનુસાર દારૂનો જથ્થો જુનાગઢના ભરત બસોતાનીએ મંગાવ્યો હતો. પોલીસે
ભરત બસોતાવીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.