• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

લાલપર નજીક અકસ્માતમાં પત્નીનું મૃત્યુ : પિતા-પુત્રને ઈજા

કંકાવટી ગામે ધાર્મિક પ્રસંગમાં જતા પરિવારની કારને ડમ્પરે અડફેટે લીધી

મોરબી, તા.8: લાલપર ગામ નજીક દંપતી પોતાના બાળક સાથે કાર લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી જતા હતા ત્યારે લાલપર ગામ નજીક ડમ્પર ચાલકે કાર સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં પિતા અને પુત્રને ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મૃત્યુ થયું હતું.

વાંકાનેર વિવેકાનંદ સોસાયટીના રહેવાસી ભાવિનભાઈ પ્રવીણભાઈ રાવલે ડમ્પર જીજે 37 ટી 6944ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ભાવિનભાઈ, પત્ની ધારાબેન અને દીકરો નીલ ત્રણેય ગત તા.2-11ના રોજ પોતાની સ્વીફ્ટ કાર જીજે 36 એસી 9413 લઈને વાંકાનેરથી ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે માતાજીના પ્રસંગમાં જતા હતા ત્યારે લાલપર ગામની સીમમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ભાવિનભાઈ, પુત્ર નીલને ઈજા પહોંચી હતી તેમજ પત્ની ધારાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયુ હતું. અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક