અમરેલી, તા.11: અમરેલીમાં બંસીધર સોસાયટીમાં રહેતા શિક્ષકને આર.ટી.ઓ ચલાન ભરાવવાના નામે ગઠીયાએ તેનો મોબાઈલ હેક કરી રૂા.1.74 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ છે.
અમરેલી
કેરીયા રોડ ઉપર આવેલ બંસીધર સોસાયટીમાં બ્લોક નં.33, “ઉમિયા નિવાસ’’માં રહેતા અને શિક્ષક
તરીકે નોકરી કરતા નયન હિંમતભાઈ જાવીયાના અમરેલી માણેકપરામાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક
ખાતામાંથી અજાણ્યા શખસે ગત તા.21-7ના રોજ આર.ટી.ઓ ચલન નામે ખોટી ઓળ ઉભી કરી ફાસ ફાઈલ
મોકલી શિક્ષકનો ફોન હેક કરી ઠગાઈ કરવાના ઈરાદે રૂપિયા 1,74,507 ઓનલાઈન ફ્રોડ કર્યાની
પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા અમરેલીના એક તબીબ
સાથે પણ કોઈ અજાણ્યા ઈસમે આર.ટી.ઓ ચલન નામે ખોટી ઓળખ ઉભી કરી ફાસ ફાઈલ મોકલી આ તબીબનો
પણ ફોન હેક કરી લાખો રૂપિયાની ઓનલાઈન ફ્રોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.