ગોંડલ, તા.9: ગોંડલના ભગવતપરામાં રહેતા 45 વર્ષીય પ્રૌઢ જગદીશભાઈ જીવાભાઈ રાઠોડે ગોંડલ સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પાડોશમાં રહેતા રાહુલ કિશોર રાઠોડ, રવિના રાજુ રાઠોડ, રાજુ કિશોર રાઠોડ અને મધુ કિશોર રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે તેઓ પરિવાર સાથે ઘરની બહાર બેઠા હતા દરમિયાન પાડોશમાં રહેતા રાહુલ રાઠોડ પોતાના ઘરની અંદર જોરજોરથી ગાળો બોલતો હતો. તે ફરિયાદી સહીતના પરિવારજનના તેમજ અન્ય પાડોશીઓના નામ લઈને ગાળો આપતો હતો. બાદમાં આરોપી તેના ઘરની બહાર ઉભો રહી તમને બધાને જાનથી મારી નાખવા છે તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો.
જેથી
પોલીસને ફોન કરી રાહુલને પકડાવ્યો હતો. જેથી તેના પરિવારજનોએ કહ્યું કે, તમારા કેવા
હાલ કરીએ છીએ તેમ જોરજોરથી બોલતા હતા. બનાવ અંગે ગોંડલ સિટી પોલીસની ટીમે બે મહિલા
સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.