અમરેલી, તા.9: બગસરા તાલુકાના જુની હળીયાદ ગામે રહેતા કાંતિ અરજણભાઈ દાફડા નામના 50 વર્ષીય ડ્રાઈવરે આશરે છ વર્ષ પહેલા બગસરા ગામે રહેતા રૂસ્તમ મોગલ તથા સાજીદ ઈકબાલભાઈ અગવાન પાસેથી બે વખત રૂપિયા પચાસ હજાર મળી કુલ એક લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા.
ડ્રાઈવરે
શરૂઆતમાં તો રેગ્યુલર વ્યાજ આપ્યું હતું પરંતુ છેલ્લા થોડા સમયથી ડ્રાઈવરની આર્થિક
પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજના રૂપિયાની ચુકવણી કરી શકતા ન હતા. જે બાદ બંને શખસે
વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ ડ્રાઈવરને જેમફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત
કરી, માર મારી રિક્ષા લઈ લીધી હતી.
બાદમાં
ડ્રાઈવરે તેમના ઘરે ગત તા.8ના રોજ જાતે બ્લેડ વડે ગળાના ભાગે કાપા મારી દેતા અમરેલી
સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ
નોંધાઈ
છે.