• બુધવાર, 13 મે, 2026

જૂનાગઢ : મેડિકલ ઓફિસરને 50 લાખનો ચૂનો ચોપડનાર ફરાર દંપતી ઝડપાયું

ઠગ દંપતિએ અમરેલી, મોરબી સહિતના સ્થળોએથી એક કરોડથી વધુની છેતરાપિંડી કર્યાનું ખુલ્યું

જૂનાગઢ, તા.8 : જૂનાગઢના જોષીપુરામાં રહેતા મેડિકલ ઓફિસર અને તેમના પત્નીને સરકારી નોકરી અને દિલ્હીમાં સરકારી કોન્ટ્રાક્ટ અપાવી દેવાની લાલચમા ફસાવી પચાસ લાખ પડાવી છેતરાપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આ ઠગ દંપતીને ઝડપી પ્રાથમિક પૂછપરછમાં અમરેલી, મોરબી સહિતના સ્થળોએથી એક કરોડથી વધુની છેતરાપિંડી કર્યાનુ ખુલ્યું છે.

વધુ વિગત પ્રમાણે અહીંના જોષીપરામાં રહેતા અને મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ પાસે લકઝરી કારમાં સારવાર માટે આવતા મૂળ આંકોલવાડીના અને અમદાવાદ રહેતા અને ધારાસભ્યના પી.એ.ની ઓળખ આપી પોતાની સચિવાલયમા સારી ઓળખ હોવાનો દાવો કરી લોકોને આંજી સરકારી કોન્ટ્રાક્ટ અને નોકરીની લાલચમા ફસાવી નાણાંની છેતરાપિંડી કરતા રવિ ચોવટીયા અને તેની પત્ની  પ્રજ્ઞા ચોવટીયાએ જોષીપરાના દંપતી પાસેથી અડધા કરોડથી વધુ રકમ પડાવી હતી. આ તોડબાજ દંપતી સામે જોષીપરાના શિલ્પાબેન રાજેશ પટેલ એ બી ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આ ઠગ દંપતિને રાજકોટ ખાતેથી ઝડપી લીધું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ દંપતીએ ગુજરાત સરકાર તરફથી મળતી પશુપાલન અને તબેલા માટેની લોન મંજૂર કરાવવા અનેક લોકોને પોતાની વાતોથી વિશ્વાસમા લીધા હતા અને દોઢથી ત્રણ કરોડની લોન કરાવી આપશે તેઓ વિશ્વાસ આપી કુલ 1,18,38,750ની મોટી રકમ પડાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક