• રવિવાર, 20 જુલાઈ, 2025

મેખડી ગામે સીસીટીવી ફિટ કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું : બે ગંભીર

શીલ પોલીસમાં બન્ને પક્ષના 18 વિરૂદ્ધ સામસામી ફરિયાદ

જૂનાગઢ, તા.19: માંગરોળ તાલુકાના મેખડી ગામે દિવાલમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરવા પ્રશ્ને બોલાચાલી બાદ બે પરિવારો વચ્ચે ધીંગાણુ થતા ચારને ઈજા પહોંચી હતી તેમાં બે ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

મેખડી ગામે રહેતા મેરખીભાઈ પાંચાભાઈ ચાવડાની દીકરી લક્ષ્મીબેન ઉર્ફે મેનાબેન તેના ઘરે તેમનો પુત્ર રાહુલ ઉર્ફે રાજેશ બાલસ કેમેરા ફીટ કરવાવાળાને બોલાવી કેમેરા ફીટ કરતા હતા ત્યારે કોઈએ પથ્થરનો ઘા કરી, કેમેરા અહી ફીટ નહીં કરતા તેમ અશોક ચાવડાએ જણાવ્યું હતું.

આ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા મેરખીભાઈ તેના ભાઈ જેસાભાઈ, નગાભાઈ, કરશનભાઈ, વાલીબેન મેરખીભાઈ, નીમુબેન, ભેનીબેન ધા દોડી ગયા હતા ત્યારે કૌટુંબિક ભાઈઓ અશોક બાબુ ચાવડા, વિજય બાબુ ચાવડા, ભાદા ગોવિંદ સહિતના શખસો કુહાડીઓ, લાકડી જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને બન્ને જુથ વચ્ચે પ્રાણઘાતક હથિયારોથી મારામારી થતા ચારને ઈજા પહોંચી હતી. ઘવાયેલાઓને સારવાર અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમાં મેરખી પાંચા ઉ.60 અને વિજય બાબુ ચાવડાને ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ ખસેડાયા હતા.

આ બનાવમાં શીલ પોલીસે મેરખી ચાવડાની ફરિયાદ પરથી અશોક બાબુ ચાવડા, વિજય બાબુ ચાવડા, મેણીબેન બાબુ, ભાદા ગોવિંદ ચાવડા, સાકરબેન ભાદાભાઈ સહિત નવ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે વિજય બાબુ ચાવડાએ મેરખી પાંચા, જેસા પાંચા, નાગા પાંચા, કરશન પાંચા, રાજેશ ઉર્ફે રાહુલ બાલસ, લક્ષ્મીબેન મેરખી સહિત નવ સામે પોલીસેક સામસામે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક