ગામની વચ્ચે ધમકી આપનાર નવ શખસ સામે ગુનો
રાજકોટ
તા.19: રાજકોટ જિલ્લાના વિંછીયાના મોટા હડમતીયા ગામે ઉપ-સરપંચની ચુંટણીમાં મત નાખવા
મામલે સરપંચ પતિને મારી નાખવાની ધમકી આપતા નવ શખ્સો સામે વિંછીયા પોલીસ મથકમાં ગુનો
નોંધાયો છે.
વિંછીયાના
મોટા હડમતીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા જગુભાઇ ભોજભાઇ ખાચર ઉ.45એ રવિ શાંતુ ખાચર,
મહાવીર કાળુ ખાચર, હરશુર શાંતુ ખાચર, કાળુ આપા ખાચર, શાંતુ આપા ખાચર, ઉદય કાળૂ, જીલ્લુ
આપા ખાચર, જયદીપ શાંતુ ખાચર અને રણજીત બાવકુ ખાચર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું
હતું કે, તેમના ગામ ઉપ-સરપંચની ચુટણી હતી જેથી પોતે પોતાનું બાઈક લઈ સભ્ય કંચનબેન દેવરાજભાઇ
મેઘાણીને વાડીએ લેવા જતા હતા ત્યારે રવિ અને મહાવીર તેમની પાસે આવ્યા હતા અને રવિએ
કહેલ કે, તુ સભ્ય કંચનબેનને તેડવા જાશ, આ કંચનબેનને મત દેવા માટે લઈ જઈશ તો તને જાનથી
મારી નાખવો છે તેમ કહી બંને ગાળો આપી જતા રહ્યા હતાં બાદમાં પોલીસ આવતા તે કંચનબેનને
વાડીએથી મત દેવા માટે લઈ ગયા હતા અંદર ગયા હતા ત્યારે હરશુરે તુ અહીંયાથી બહાર નિકળીશ
તો ખરો ને તને જીવતો રહેવા દેવો નથી તેમ ધમકી આપી હતી બાદ બાઈક લઇ તેમને ઘરે મુકવા
જતો હતો ત્યારે રામજી મંદિરે પહોચતા ઉપરોક્ત લોકોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી પત્ની ગ્રામ પંચાયતની ચૂંટણીમા સરપંચમા ઉભા હોય જેનો ખાર રાખી ધમકી આપી હોવાનું
જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.