રાજકોટ તા.19: રાજકોટના કાગદડી પાસે પંચર પડેલા બંધ ટ્રક પાછળ ઈંડા ભરેલી બોલેરો ઘુસી જતા ભાવનગરના મહુવા ગામે રહેતા ડ્રાયવરનું મૃત્યુ નિપજ્યું છે મહુવાથી ઈંડા ભરી બોલેરો ગાંધીધામ જતી હતી ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો બોલેરોના માલિકને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વહેલી સવારે
ચાર વાગ્યે રાજકોટની ભાગોળે કાગદડી ગામથી આગળ રોડ ઉપર પંચરને લીધે બંધ પડેલા ટ્રક પાછળ
બોલેરો પીકઅપ વાહન ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બોલેરો ચાલક ભાવનગરના
મહુવાના મહંમદભાઈ અકીલભાઈ નઝરૂદિનભાઈ શેખ ઉ.44નું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું
જ્યારે ગાડીના માલિક યુસુફભાઈ પઠાણને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં
ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો
અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો તેમજ મૃતકના મહુવા રહેતા પરિવારજનોને
પણ બનાવ અંગે જાણ કરી હતી.