2 વર્ષથી નાસતો ફરતો આરોપી ધોરાજી પોલીસના હાથે લાગ્યો
ધોરાજી, તા.22: ધોરાજી ડિવીઝન
પોલીસને વિશેષ સ્ક્વોડે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાના આરોપી
અને છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા ગુનેગારને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ
અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળની વિશેષ સ્ક્વોડ નાસતા ફરતા આરોપીને શોધવા
સુચના છે. જે અન્વયે પો.સબ.ઈન્સ એ.એન.કામળીયા તથા એ.એસ.આઈ.પરબતભાઈ કરશનભાઈ તથા પો.કોન્સ.કાળુભાઈ
મનુભાઈને સંયુક્ત રીતે 20 વર્ષની કેદની સજાના આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથાભાઈ કે જે
છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય તેને ભરૂચ ખાતેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.