મૃતકના
પિતાએ કાર લઇને આવવાનું કહેનાર સામે ફરિયાદ નોંધાવી
પોરબંદર,
તા.21: પોરબંદરના કુછડી નજીક ટુકડા- મીયાણીની સીમમાં રહેતા 17 વર્ષ 10 માસના કિશોરનું
કાર ચલાવતી વખતે અકસ્માતે મોત થયું છે. જેમાં તે સગીર વયનો હોવાનું જાણવા છતાં કાર
લઇને આવવાનું કહેનાર યુવક સામે મૃતકના પિતાએ એફ.આઇ.આર. નોંધાવી છે.
પોરબંદરના
ટુકડા મીયાણીના વાડી વિસ્તારમાં આવેલી કરાર સીમમાં રહેતા અને ખેતી કામ કરતા મેણંદ માલદેભાઇ
ઓડેદરા નામના 40 વર્ષના યુવાનના બે દીકરાઓ પૈકી મોટા દીકરા વાહન અકસ્માતે મોત થયાનું
જાહેર કર્યુ છે. જે મુજબ તા.20-4ના રાત્રે
નવ વાગ્યે તેઓ તેમની વાડીએ હતા ત્યારે તેના મિત્ર ભરત મોઢવાડીયાએ ફોન કરીને પુત્ર ઉદયના
અકસ્માતના સમાચાર આપ્યા પિતા મેણંદભાઇએ પુત્ર ઉદયને ફોન કરતા કોઇ અજાણી વ્યક્તિએ ફોન
ઉપાડયો અને અકસ્માતની માહિતી આપી મેણંદભાઇ તાત્કાલિક તેમની પત્ની સાથે ત્યાં ઘટના સ્થળે
દોડી ગયા હતા અને ત્યાં ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેમાં ફરિયાદીના
દીકરા ઉદયની લાશ પડી હતી.
મેણંદભાઇએ
તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના ટુકડા- મીયાણી ગામના અજય અરભમ ઓડેદરાની બહેનના લગ્ન
હતા અને સાંજી માટે પોરબંદર પડેલી ક્રિએટા કાર મંગાવવા માટે અજય ઓડેદરાએ મૃતક ઉદયને
મોકલ્યો હતો. અજયને ખબર હતી કે ઉદય સગીર વયનો છે અને તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ પણ
નથી.
આ સિવાય
ટ્રાફિક નિયમ ભંગ બદલ હિતેશ સિકોતરા, કરણ વિનોદ
માવદીયા અને યોગેશગર બાલગર, રામ દતીને પોલીસે ઝડપ્યા હતા.