• શનિવાર, 24 મે, 2025

જામનગરમાં મહિલા પોસ્ટમેનનો થેલો ઉઠાવી જતા તસ્કરો

ટપાલનો જથ્થો, બે મોબાઈલ સહિતનો થેલો ચોરી જતો શખસ સીસીટીવીમાં કેદ

જામનગર, તા.ર6: જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે. એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી બે નંગ મોબાઈલ ફોન અને સરકારી ટપાલના જથ્થાવાળા થેલાની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદના વતની અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પૂજાબેન બાલુભાઈ ગરચર ઉં.ર8 કે જેઓ સવારે 11.30 વાગ્યાનાં અરસામાં મિગ કોલોની વિસ્તારમાં શાંતિ હાઈટ્સ નામની બિલ્ડીંગમાં ટપાલ આપવા માટે ગયા હતા. તેઓએ પોતાનો ટપાલ સાથેનો થેલો એક્ટીવા સ્કૂટરમાં રાખ્યો હતો, અને બિલ્ડીંગમાં ટપાઈ દઈને પરત આવ્યા હતા. જે દરમિયાન સ્કૂટરમાં રાખેલો તેમનો થેલો કોઈ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે થેલામાં પોસ્ટ ઓફિસનો એક સરકારી મોબાઈલ ફોન, તેમજ પોતાનો ખાનગી મોબાઈલ ફોન તથા જુદી જુદી રજીસ્ટર એડી સહિતની ટપાલ વગેરેનો જથ્થો હતો, તે થેલાની ચોરી કરી ગયા હોવાથી અજાણ્યા તસ્કર સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઈ એલ.બી.જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આસપાસના વિસ્તારનાં સીસીટીવી કેમેરા ચેર કરતાં તેમાં એક શખ્સ થેલાની ઉઠાંતરી કરીને જઈ રહેલો જોવા મળ્યો હતો. તે સીસીટીવીના ફૂટેજનાં આધારે પોલીસે તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક