પોરબંદર: પોરબંદરના ઠોયાણા આજુબાજુના વિસ્તારમાંથી માટીનું ગેરકાયદેસર ખનન અને હેરાફેરી થઇ રહ્યાની ફરિયાદ જિલ્લા કલેકટરને મળતા પાડવામાં આવેલા દરોડા બાદ રૂ.એક કરોડ દસ લાખના વાહનો સીઝ થયા છે.
પોરબંદરના
ઠોયાણાની આજુબાજુના વિસ્તારમાં અમુક ઇસમો તકનો લાભ લઇને ખેડૂતોને ટ્રક અને ડમ્પર જેવા વાહનો ભરીને માટીનું વેચાણ
કરી રહ્યા હોવાની જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ મળી હતી. માટી ચોરી અંગેની ફરિયાદ અરજી
અન્વયે ઠોયાણા ગામે આકસ્મિક તપાસ હાથ ધરતા
ગેરકાયદેસર માટી ખનીજ ખનન કરતાં એક એક્ષેવેટેર
મશીન તેમજ ચાર ડમ્પર ઝડપાયા હતા.
ખનન
કરનાર ઇસમ ઓડેદરા પરબત દુદાભાઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું. આ તમામ મશીનરી તપાસ ટીમ
દ્વારા સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવામાં આવી છે. સીઝ કરેલ મુદ્દામાલની
અદાજીત કિંમત 1 કરોડ 10 રૂપિયા હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્યુ છે.