જૂનાગઢ,
તા.26: ખોડાદા ગામની સીમમાં નાળિયેરીના બગીચા પાસે વાડીની લાઇટના અંજવાળે જુગાર રમતો
હોય તેથી ક્રાઇમ બ્રાંચએ દરોડો પાડી જુગાર પટમાંથી રૂ.2,16000 રોકડ, બે મોબાઇલો મળી
કુલ રૂ.2,26,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર
રમતા મયુર બાબુ પરમાર, અરજણ કરશન વાઢીયા, વિમલ લખમણ બામરોટીયા, હરસુખ ગોવિંદ વાઘેલા,
દિલીપ ઉર્ફે દેસુર પરબત ઓડેદરા, કારા નેભા બાપોદરા, અજય રાજુ પંડીત, શ્યામ ગીગા સગારકા
અને વિજય મુળુ ઓડેદરાને ઝડપી લીધા હતા. જ્યારે ધ્રુવ માલદે મકવાણા હાજર મળી આવ્યો ન
હતો. આ તમામ સામે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.