પોલીસે
વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી
સુરત,
તા.18: સુરતના કામરેજના કઠોદરા ગામની સીમમાં આવેલા જય ખોડિયાર પાર્કિંગમાંથી સુરત જિલ્લા
એલસીબી પોલીસે દરોડો પાડી મોટા પ્રમાણમાં ગેરકાયદે બાયો ડીઝલનો 49 હજાર લિટર કિં.રૂ.49.80
લાખનો જથ્થો ઝડપી પાડી સ્થળ પરથી હિતેશભાઈ તુલસીભાઈ ગજેરા અને રામારામ દલારામજી જાટની
ધરપકડ કરી હતી. જ્યારે અશ્વિન લવજી ગજેરા અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ
તપાસ હાથ ધરી હતી.
પોલીસને
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બાયો ડીઝલ કચ્છના ભૂજ વિસ્તારમાંથી મગાવવામાં
આવતું હતું અને અહીં ગેરકાયદે સંગ્રહ કરી વેચવામાં આવતું હતું. ઉપરાંત આરોપીઓએ પોલીસને
ગેરમાર્ગે દોરવા માટે બનાવટી બિલો રજૂ કર્યા હતા. જેની ખરાઈ કરતાં તેની પોલ ખૂલી હતી.
જેથી પોલીસે બાયો ડિઝલનો જથ્થો કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.