પ્રેમ
લગ્નનો ખાર રાખી 8 આરોપીએ છરી લોખંડના પાઇપ વડે હુમલો કરતા નોંધાયો હતો ગુનો
બોટાદ,
તા.18 : બોટાદ શહેરના હીફલી વિસ્તારમાં સતવારા સમાજની વાડી પાસે પ્રેમલગ્નનો ખાર રાખી
8 શખસે હુમલો કરી વાહનોની તોડફોડ કર્યા અંગેની બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઈજાગ્રસ્તો નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે ત્યારે
આરોપીઓની ધરપકડ ન થતાં ફરિયાદી દ્વારા બોટાદ એસપીને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા
રજૂઆત કરાઈ હતી.
બોટાદ
શહેર હીફલી વિસ્તારમાં રહેતા નટુભાઈ કરમશીભાઈ પરમાર દ્વારા ભત્રીજાએ પ્રેમલગ્ન કરેલા
હોય જેનો ખાર રાખી આરોપી પ્રકાશ જગદીશભાઈ કણઝારિયા, રોહિત દલપતભાઈ કણઝારિયા, હર્ષ રણછોડભાઈ
કણઝારીયા, દલસુખ હરિભાઈ કણઝારીયા, કિશોર દલપતભાઈ કણઝારીયા, શંકરભાઈ કાનજીભાઈ કણઝારીયા,
રણછોડભાઈ કાનજીભાઈ કણઝારીયા અને વિશાલ દલસુખભાઈ કણઝારીયા, મનદુ:ખ રાખી ફરિયાદી અને
તેની માતા સાથે માથાકૂટ કરી લોખંડના પાઇપ વડે ફરિયાદીની માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ
પહોંચાડી હતી તેમજ ફરિયાદીની દીકરીને પણ પેટના ભાગે છરી મારી ઈજાઓ પહોંચાડી હતી. આ
અંગે ફરિયાદી દ્વારા આરોપીઓ સામે બોટાદ પોલીસ મથકમાં તા.1પ જાન્યુ.ના રોજ ફરિયાદ દાખલ
કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ થતાં આજે ફરિયાદી દ્વારા બોટાદ એસપી અને બોટાદ કલેક્ટર
તેમજ આઇજી, ડીજીપીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડી આરોપી
સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.