• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

નવરંગપુરામાં બેંક મેનેજર દ્વારા રૂ.ર.પ કરોડનું કૌભાંડ

માત્ર પાંચ મહિનામાં મસમોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી

અમદાવાદ, તા.17: અમદાવાદના નવરંગપુરાની અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે માત્ર પાંચ મહિનામાં રૂ.ર.પ0 કરોડ પોતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે.

નોંધનીય છે કે, બેંકના કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ થઈ હોય એવું જાણવા મળ્યું હતું. આ બાબતે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જાણ કરાઈ હતી. આ એન્ટ્રીઓ ઓડિટર પાસે ઓડિટ કરાવવામાં આવતા અમુક એન્ટ્રીઓ જુદા-જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. આ આખું કારસ્તાન બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ પટેલ (રહે.નવાવાડજ) દ્વારા રચવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ પટેલે વર્ષ ર013માં એક્ઝિક્યુટિવ તરીકે બેંકમાં નોકરી શરૂ કરી હતી ત્યારબાદ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેંકમાં આરટીજીએસ માટે કરવામાં આવતી કામગીરી નહીં કરી અને અલગ-અલગ તારીખે ર.પ0 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025