• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

અમદાવાદમાંથી ડીજીટલ એરેસ્ટથી નાણા પડાવતી ચાઈનીઝ ગેંગના જૂનાગઢના ચાર સાગરીત ઝડપાયા સોલા વિસ્તારના વેપારી પાસેથી રૂ.98 હજાર પડાવ્યાનો ગુનો નોંધાયો : 14 બેંકખાતામાં પોલીસની તપાસ

અમદાવાદ, તા.16 : અમદાવાદમાં ચાઈનીઝ ગેંગના સાગરીત તરીકે કામ કરતા જુનાગઢના ચાર શખસોને પોલીસે ઝડપી લીધા હતા તેમજ અમદાવાદમાં ડીજીટલ એરેસ્ટથી એક વેપારી પાસેથી રૂ.98 હજારની રકમ પડાવ્યાની ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, સોલામાં એક વેપારીને ડીજીટલ એરેસ્ટ બતાવી રૂ.98 હજારની રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો  નોંધ્યો હતો. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં મુળ જુનાગઢના અનેહાલમાં નિકોલમાં શાંતિ નિકેતનમાં રહેતા સુત્રધાર પ્રિન્સ રવિપરા, જુનાગઢના જૈમીનગીરી ગૌસ્વામી, તનવીર મધરા અને સાહીલ મુલતાનીને ઝડપી લીધા હતા.

પોલીસની વધુ તપાસમાં ચારેય શખસો ચાઈનીઝ ગેંગના સાગરીત હોવાનું ખુલ્યું હતું અને સુત્રધાર પ્રિન્સ રવિપરા પાસેથી ગુજરાત સહિતના અન્ય રાજયોના વિદેશના નંબરો મળી આવ્યા હતા તેમજ તનવીર અને સાહીલ રિક્ષાચાલક છે અને બંને શખસોના બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રિન્સ અને જૈમીનગીરી ચાઈનીઝ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરતા હતા. બંને શખસો બાયનાસ એપ્લિકેશન અને ટેલીગ્રામ મારફત ચાઈનીઝ શખસો સાથે સંપર્કમા હતા. પ્રિન્સ ગુગલ ટ્રાન્સલેટ મારફતે ચાઈનીઝ ભાષા શીખતો હતો.

વધુ વિગતો મુજબ પ્રિન્સ રવિપરા બે શખસોના બેંકખાતા ભાડે લઈ રૂ.પ થી રૂ.10 હજાર ભાડુ આપતો હતો. જે વ્યકિતને ડીજીટલ એરેસ્ટ કરવામાં આવતા હતા. તેઓના આ બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બાદમાં આ બેંક ખાતાની વિગતો ચાઈનીઝ નંબરોના સૂત્રધારોને મોકલી આપતો હતો. યુએસ ડોલર ખરીદી અને તેના ખાતામાં વધુ રકમ આપતો હતો અને વચ્ચે રહેલા એજન્ટને પણ નાણા ચુકવતો હતો તેમજ 14 બેંકખાતા મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. દેશમાં પ4 ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025