રોકડ,
મોબાઇલ મળી 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર,
તા.7: ભાવ3નગરના ભાલના કાળાતળાવ, ખાર વિસ્તારમાં આવેલ બાવળની કાંટમાં જુગાર રમતા 4
ઈસમને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા જ્યારે 7 ઈસમ ફરાર થઈ ગયા હતા.
એલસીબી
અને પેરોલ ર્ફ્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાલના
કાળાતળાવ ગામના ખાર વિસ્તારમાં આવેલ બાવળની કાંટમાં મોબાઇલ લાઇટના અજવાળે જુગાર રમતા
4 શખસ સુનિલ મુકેશભાઈ વાજા, રાજેશ ઉર્ફે મુન્નો ભીખાભાઈ વેગડ, મુકેશ ઉર્ફે પટેલ સોમાભાઈ
રાઠોડ અને દીપક નાથુભાઈ સોલંકીને ઝડપી લીધા હતા જ્યારે પ્રવીણ ઉર્ફે પલ્લો જાદવભાઈ
વાજા, સુરેશ ઉર્ફે સુરો દેવજીભાઈ જાદવ, અભય પ્રવીણભાઈ સોમાણી, નવીન ઉર્ફે લવિંગ ગોવિંદભાઈ
ગોહિલ, કાવા માલાભાઈ રાઠોડ, સુનિલ અને રાજ ઉર્ફે કાળો ડાભી (રહે.તમામ ભાવનગર) પોલીસને
જોઈને ફરાર થઈ ગયા હતા.
એલસીબીએ
રોકડા રૂ.28,390/-મોટરસાઇકલ નંગ-3 તેમજ મોબાઇલ ફોન નંગ-4 મળી કુલ રૂ.1,91,390/-નો મુદ્દામાલ
કબજે કરી તમામ વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી
હાથ
ધરી
છે.