• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

અમદાવાદમાં સિંધુભવન રોડ પર સ્પાની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર ધ ઓઝોન સ્પામાં એલસીબીના દરોડા : ત્રણ યુવતી અને ગ્રાહકો ઝડપાયા

અમદાવાદ, તા. 7 : અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલા ધ ઓઝન સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડી દેહ વ્યાપારીની પ્રવૃત્તિ ઝડપી લેવામાં આવી છે. પોલીસે સ્પામાંથી

3 યુવતિ અને ગ્રાહકોને ઝડપી લીધા છે.

 એલસીબીની ટીમ દ્વારા એક ડમી ગ્રાહક ઉભો કરવામાં આવ્યો હતો. જેને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. સ્પામા દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે ડમી ગ્રાહકને સમજાવવામાં આવ્યો હતો અને જો પ્રવૃત્તિ જણાય તો તેને જાણ કરવા કહેવામાં આવ્યું હતું. જેથી ડમી ગ્રાહક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા સ્મામાં મેનેજર કૈલાશ ભારતી (રહે. વટવા) અને એક ગ્રાહક બહાર સોફા પર બેઠેલો મળી આવ્યો હતો.

ત્રણ રૂમમાંથી મૂળ નાગાલેન્ડ અને દિલ્હીની ત્રણ મહિલાઓ મળી આવી હતી. તેમજ ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અયાન મુબારકભાઈ રંગરેજ અને મોહસીન મુબારક ભાઈ રંગરેજ સ્પાના માલિક છે. પોલીસે પાના મેનેજર કૈલાશ ભારતી તેમજ અયાન રંગરેજ અને મોહસિન રંગરેજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક