• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

સુરતના મહુવાની નદીમાં ડૂબી જતા કૌટુંબિક ભાઈઓનાં મૃત્યુ

બહાર નિકળતી વેળાએ એક યુવાનનો પગ લપસતા ખાડામાં ડૂબ્યો : બીજો બચાવવા જતા તણાઈ ગયો

સુરત, તા.6: સુરતના નાનપુરામાં રહેતા બે મિત્રો તેમના મામાને ત્યાં મહુવાના સાંબા ગામે ગયા હતા. જ્યાં ખેતીના કામકાજ પતાવી પોતાના કુટુંબી ભાઈ સાથે અંબિકા નદીમાં નાહવા ગયા હતા. નાહીને બહાર નીકળતી વેળાએ બન્ને પૈકીના એક યુવકનો પગ લપસી જતા તે નદીના પાણીના ઉંડા ખાડામાં ડૂબી ગયો હતો. તેને બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ઉતરતાં તે પણ ઉંડા વહેણમાં તણાયો હતો. જેથી બન્ને યુવાન પાણીમાં ડૂબી જતા મૃત્યુને ભેટયા હતા.

બનાવની વિગત એવી છે કે શહેરના નાનપુરામાં આવેલ રૂદરપુરાની લાપસીવાલા ચાલમાં રહેતા બે મિત્ર રોશન સુભાષ પટેલ તથા વિરલ કિશોર ખલાસી સાંબા ગામે તેમના મામને ત્યાં ખેતીના કામકાજ માટે ગયા હતા. ખેતીના કામકાજ બાદ બપોરે તેમના કુટુંબી ભાઈ સાથે બન્ને જણા સાંબા ગામે આવેલી અંબિકા નદી પારના બામણીયા ભૂત મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કરી પાછા ફરતા સમયે તેઓ નદીમાં નાહવા પડયા હતા. નાહીને બહાર નીકળતી વેળાએ બન્ને પૈકીના એક યુવકનો પગ લપસી જતાં તે નદીના પાણીના ઉંડા ખાડામાં ડૂબી ગયો હતો. તેને બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ઉતરતા તે પણ ઉંડા વહેણમાં તણાયો હતો. જેથી ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાએ ભેગા મળી રોશન પટેલ (ઉ.ર7) અને વિરલ ખલાસી (ઉ.3પ)નો મૃતદેહ શોધી કાઢ્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક