• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ધ્રાંગધ્રામાં એક કા ડબલની લાલચ આપી ઠગાઈ કરનાર બંટી-બબલી જેલ હવાલે

ધ્રાંગધ્રા, તા.6: ધ્રાંગધ્રામાં એકના ડબલની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરનાર બંટી-બબલીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા હતા. અમદાવાદના મહેન્દ્ર લક્ષ્મણ પટેલ તેમજ ધ્રાંગધ્રાનાં કોમલબેન સુરેશ સુરેલાની છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ હતી. આ બન્નેએ મુખ્ય બજારમાં ઓફિસ ભાડે રાખી હતી અને લોકો પાસેથી રૂ.2000 જેટલી રકમ ખંખેરી વાઉચર બુક ભરીને પરત કરવાથી રૂ.4000 મળશે તેવી લાલચ આપી હતી. આવી રીતે લાખો રૂપિયાની ઠગાઈનો આરોપ મુકાયા બાદ તેમની ધરપકડ પછી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક