ભાવનગર, તા.5: ભાવનગર શહેરમાં
દિવાળીની રાત્રે થયેલ ડોક્ટરની હત્યાના સગીર સહિત છ શખસોને પોલીસે ઝડપી લીધા
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ ઉપર
આવેલી સોમનાથ રેસિડેન્સીમાં રહેતા કહાનભાઈ શિવરાજભાઈ લાખાણીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં
એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની કારમાં ડીઝલ પુરાવા માટે ઘરેથી નીકળ્યા હતા
ત્યારે એરપોર્ટ રોડ પર આવેલ યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ પર પ્રકાશ રાજુ ખોખર,
ભાવેશ ઉર્ફ ભાવિન વિજયભાઈ પંડયા, કિશન ઉર્ફે કે.પી. પરસોત્તમભાઈ ડગળા, રિતેશ ઉર્ફે
ભયલુ અરાવિંદભાઈ ખેસ્તી તથા દેવ ઉર્ફ અગુ લાલાભાઇ ચુડાસમા તથા બે અજાણ્યા શખસ નાચ ગાન
કરી દેકારો મચાવતા હતા, ત્યારે કાર ચાલકે ફોન મારી તેમને દૂર ખસી જવા કહ્યું હતું જેના
પગલે તમામ આવારા તત્ત્વોએ ઉશ્કેરાઈ જઈ કાર નજીક આવી કાર ચાલકની યુવકને ગાળો આપી હતી. અને તમામ શખસે સંપ કરી તેમના પર તીક્ષ્ણ હથિયારો
સાથે કાર પર હુમલો કરી નુકસાન પહોંચાડયું હતું. જ્યારે તમામે ગાડીના કાચ ફોડી નાખતા
કારચાલક યુવાને તેમના પિતાને શિવરાજભાઈ લાખાણીને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા, શિવરાજભાઈ
ત્યાં આવતા તમામ શખ્સોએ તેમને ઘેરી લીધા હતા અને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી
હતી, જ્યારે રિતેશ ઉર્ફ ભઈલું એ છરી વડે શિવરાજભાઈને છાતીના ભાગે જીવલેણ હુમલો કરતા
તેમને લોહી લુહાણે હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં
ડો.શિવરાજભાઈ લાખાણીનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
દરમિયાન આજે
પોલીસે કિશન ઉર્ફ કે.પી. પરસોતમ ડગળા (ઉં.વ.21, રહે.મંત્રેસ કોમ્પ્લેક્સ પાસે
લક્ષ્મીનગર શેરી નંબર 4), પ્રકાશ ઉર્ફે પકો રાજુભાઈ ખોખર (ઉં.વ.24, રહે.એરપોર્ટ રોડ
યોગીનગર), ભાવેશ ઉર્ફે ભાવિન વિજયભાઈ પંડ્યા (ઉં.વ.39, રહે. એરપોર્ટ રોડ યોગીનગર),
ચિરાગ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ રાઠોડ (ઉં.વ.18, રહે. એરપોર્ટ રોડ યોગીનગર), દેવ ઉર્ફે
અગુ લાલાભાઇ ચુડાસમા (ઉં.વ.18, રહે. એરપોર્ટ રોડ, યોગીનગર) તથા સગીર સહિત 6 શખસને પોલીસે
ઝડપી લીધા છે.